મેં નિર્ણય કર્યો છે કે હું સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થાને મારુ યોગદાન આપીશ. જે કેન્સરના દર્દીઓ માટે વિનામૂલ્ય દરેક પ્રકારની સેવા પૂરી પાડે છે. સંસ્થાની અલગ-અલગ પ્રકારની પ્રવૃતિઓ પણ દર્દીઓ માટે ચાલે છે. જેમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક,રીતે દર્દીને મદદ પૂરી પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા દર્દીઓના કોઈપણ પ્રકારના પ્રશ્નો દૂર કરવામાં આવે છે. જેમાં આર્થિક સમસ્યા, સારવાર ની સમસ્યા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંસ્થાનો ઉદ્દેશ છે કે વધારે ને વધારે કેન્સરના દર્દીઓ સુધી સંસ્થાની પ્રવૃત્તિઓ પહોંચે અને દર્દીઓનો આત્મવિશ્વાસ વધે અને હમેશા તેના ચેહરા પર ખુશી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થાની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ નિશુલ્ક ચલાવવામાં આવે છે. સંજીવની સંસ્થા એક કેન્સર દર્દી માટે જીવનભર સારવાર પેટે "૫૦૦૦" રૂપિયા નો ખર્ચ કરે છે. સંસ્થાની આ પ્રવૃત્તિ જોઈને વિચાર આવ્યો છે કે હું પણ ૧૦૦ કેન્સર દર્દીઓને સેવા પૂરી પાડું. હું તમને વિનંતી કરું છું કે તમે પણ આ અદભુત સેવા નો ભાગ બનો અને તમારાથી જેટલી પણ કેન્સરના દર્દીઓ માટે સહાય થઈ શકે અને તમારા આ ફાડા દ્વારા કેટલાય લોકોને નવી જિંદગી મળી શકે છે જેથી તમારાથી જેટલી પણ મદદ થઈ શકે તે કરવા વિનંતી છે.
Read more...